Gurjari.net

જ્યાં- જ્યાં વસે એક ગુજરાતી ત્યાં- ત્યાં સદાકાળ ગુજરાત.. ગુજરાતીઓ એટલેકે ગુજ્જુઓ વિશ્વના ખૂણે-ખૂણે ગુજરાત ઉભુ કરી રહ્યા હોય ત્યારે વેબની ગ્લોબલ દુનિયામા ગુજરાત કેમ નહિ? આવો વિચાર લગભગ એક દસકા પહેલા જબુક્યો! ગુજરાતના સમર્થ હાસ્યકાર શહાબુદિનભાઇ રાઠોડ ના જણાવ્યા પ્રમાણે, “ વિચાર તો બધાયને આવે- ગાંડાઓ તરત અમલ કરે.” તે ન્યાયે આવુ ગાંડપણ કરી બેઠા. 1999 ની12 મી નવેમ્બરના દિવસે ગુર્જરી.નેટ નો જન્મ થયો. આમ લગભગ પાંચ વર્ષની યુવાન વયે ગુજરાતી ભાષાની ટેકનોલોજીકલ મર્યાદાઓને ધ્યાનમા લઇ દૈનિક અપડેટ બંધ કર્યુ. એમ કહિ શકાય કે મૂર્છિત અવસ્થામા પડેલ ગુર્જરી.નેટને તેના વાંચકો તરફથી મળેલા પ્રંચડ પ્રતિસાદ ને ધ્યાનમા લઇ નવી ટેકનોલોજી, નવિન વિચારો અને નવા રંગ-રૂપમા ગુર્જરી.નેટને આપની સમક્ષ લાવવા અમને પ્રેરિત કર્યા. આજે પણ ગુર્જરી.નેટની ઉંમર લગભગ એક દસકા કરતા પણ નાની હોય, અમારી પાસેથી આપની અપેક્ષા પૂરી થાય જ તેવુ વચન તો નથી આપતા, પરંતુ પ્રયાસો જરૂર કરીશું.

માહિતી વિસ્ફોટના આ યુગમા એક વાત જે સદાયને માટે મનને ખટકતી હતી તે એ કે


“ ગુજરાતી ભાષામાં ધણુ બધુ રચનાત્મક કાર્ય થયેલ હોવા છતાં, મોટેભાગે સમુહ માધ્યમોમા સામાન્ય રીતે નકારાત્મકતા વેંચાય અને વંચાય છે. વેબ એક એવુ માધ્યમ છે જ્યાં ટીપે-ટીયે પણ હકારાત્મકતા વહેંચી શકાય તો પછી એવુ પોર્ટલ ઉભુ કરીયે કે જ્યા ટનબંધ હકારાત્મકતા એટલે કે પોઝીટીવીટી વહેંચી શકાય.”આમ, બને તેટલુ પોઝીટીવ કોંટેંટ આપવુ તે અમારુ મીશન છે. અમારી કોર ટીમ કહો, કે પરિવાર તેઓના સહકાર વિના તો અમારો નવોજન્મ શક્ય જ નથી. અમારી ટીમની ગુર્જરી.નેટ પ્રત્યેની પ્રતિબધ્ધતા, લાગણી કે જવાબદારી પૂરી કરવામાં શ્રી દ્વારકાધીશ પ્રભુની અસીમ કુપાને અવગણી શકાય નહિ.

આપનો પ્રેમ,લાગણી અને લગાવ અમારી માટે પેટ્રોલ છે અને અમારા પરિવાર ની નિષ્ડા દિવાસળી છે. આશા છે, દિવસે દિવસે મોંઘા થતા પેટ્રોલ નો પુરતો પુરવઠો આપના પ્રેમ અને લાગણી રૂપે સતત મળતો રહેશે એવી આશા સહ.

-સમગ્ર ગુર્જરી.નેટ પરિવાર

Description

India is country of diversity. The unique thing about diversity is its culture. This is our effort to present a small drop from the ocean of Indian Culture. In 1999, we were among few pioneers of Dot Coms with IndianCultureOnline.Com, now we are offering India specific Business 2 Business Products & Services.

Languages

gujarati, ગુજરાતી

Contact

Whois information is public, but in response to some people wanting to keep their contact information private, many domain name Registrars offer a "privacy" or "proxy" service to mask the domain name owner. This domain is most likely using a proxy service.

Powered by Gujaraticontent.com

Related Domains

External Links



Retrieved from "http://aboutus.com/index.php?title=Gurjari.net&oldid=15283299"